પૂનમ મહાજને કહ્યું કે તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને પત્ર લખીને તેમના પિતા અને ભાજપના દિવંગત નેતા Pramod Mahajan Hatiya ની તપાસની માગણી કરશે.
વિગતવાર
મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પૂનમ મહાજને પોતાના પિતા પ્રમોદ મહાજનની હત્યાને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તે કહે છે કે તેના પિતાની હત્યા એક મોટું ષડયંત્ર હતું, જે વહેલા કે પછી પ્રકાશમાં આવશે. તેણીએ એમ પણ કહ્યું હતું કે તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને પત્ર લખીને તેના પિતાની હત્યાની તપાસની માંગ કરશે.
કાવતરાની ગંધ આવે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ મહાજને દાવો કર્યો હતો કે તેને તેના પિતાના મૃત્યુ પાછળ કોઈ કાવતરાની ગંધ આવી રહી છે. ગોળીબાર પાછળ તેના પિતાના મૃત્યુ પાછળ કેટલાક ગુપ્ત હેતુઓ હોઈ શકે છે. તેઓ એ વધુમાં કહ્યું કે 2006માં જ્યારે આ ઘટના બની ત્યારે તે કોઈ શંકા ઉપજાવે તેવી સ્થિતિમાં ન હતી. પણ મારા મનમાં મારા પિતાના મૃત્યુને લઈને હંમેશા શંકા રહેતી હતી. હવે જ્યારે તેમની પાર્ટી કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સત્તામાં આવીગય છે, તેઓ એ એક ઘટના યાદ કરી ને કહ્યું કે તે અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ બંનેને પત્ર લખીને સત્ય શોધવા માટે આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરશે.
કોણ છે પૂનમ મહાજન
તમને જણાવી દઈએ કે પૂનમ એક ટ્રેન્ડ પાયલોટ છે. તેણે અમેરિકાના ટેક્સાસથી તેની ટ્રેનિંગ લીધી છે. તેની પાસે 300 કલાકનો ઉડાનનો અનુભવ છે. 2012 માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી B.Tech ડિગ્રી પૂર્ણ કરી હતી.પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ પૂનમ મહાજન 2006માં ભાજપમાં જોડાઈ હતી. 2009માં ઘાટકોપર વેસ્ટમાંથી પહેલીવાર એમપીની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા તિયાર બાદ 2014માં તેમણે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી કોંગ્રેસના પ્રિયાદત્તને હરાવ્યા હતા
પ્રમોદ મહાજન હત્યા કેસની સંપૂર્ણ માહિતી
22 એપ્રિલ, 2006 ના રોજ સવારે 7:30 વાગીયાની આસપાસ. પ્રમોદ મહાજન (મુંબઈ)ના પોતાના ઘરના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. ટીવી પર કોઈ ન્યુઝ ચેનલ હતી, તેનો અવાજ આવી રહ્યો હતો. સામે ટેબલ પર ચા રાખવામાં આવી હતી અને મહાજન ના હાથમાં તે દિવસનું અખબાર હતું.
દરવાજા પર ટકોરા થાય છે. તીયારે પ્રમોદની પત્ની રેખાબેન બેડરૂમમાંથી બહાર આવે અને દરવાજો ખોલે છે. તિયાં સામે પ્રવીણ મહાજન હતો પ્રવીણ મહાજન એ પ્રમોદ મહાજન નો નાનો ભાઈ છે રેખાબેન પ્રવીણ ને કિયે તે પેલા પ્રવીણે ગોળી મારીને પ્રમોદની હત્યા કરી નાયખી. તેણે ચાર રાઉન્ડ ફાયરિંગ કરિયા અને પછી નજીકના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું.તિયાર બાદ તેને 30 ઓક્ટોબર 2007ના રોજ પ્રવીણ મહાજન ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
અગાઉ 2022માં પણ પૂનમ મે ઈશારો કર્યો હતો કે તેની હત્યા પાછળ કોઈ માસ્ટરમાઈન્ડ છે અને તેમાં પારિવારિક ઝઘડા કરતાં પણ વધારે કાંઈક કાવતરુ છે જેનો પર્દાફાશ કરવાની જરૂર છે.