નવા વર્ષની શરૂઆતમાં દિવાળી બાદ ગુજરાતમાં રજાનો માહોલ છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં એક મોટી ઘટના સામે આવી છે. Aam Aadmi Party આરોપ લાગયો છે કે પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરી થઈ છે. ચોરીની આ ઘટના દિવસે દિવસે વધતી જાય છે તેથી પ્રદેશ ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે તપાસ કરવાની માંગ કરી છે
Aam Aadmi Party
Aam Aadmi Party(AAP) ના ગુજરાત રાજ્ય કાર્યાલયમાં તાળા તોડી ચોરીની ઘટના સામને આવી છે. પ્રદેશ ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જો રાજકીય પક્ષની પ્રદેશ ના કાર્યાલય સલામત નથી તો ગુજરાતમાં શું થઈ રહ્યું છે. ઇસુદાન ગઢવીએ કહ્યું, AAP Aam Aadmi Party ઓફિસમાં ચોરીનો હેતુ શું હતો ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય ની ઓફિસમાં ત્રણ તાળા તૂટેલા છે અને તેમની ચેમ્બરમાં ઘૂસીને દસ્તાવેજોની ચોરી થઈ હોવાની શક્યતા છે.અમદાવાદમાં બાટા ચોક પાસે Aam Aadmi Partyનું સ્ટેટ ઑફિસ આવેલું છે. આશ્રમ રોડને અડીને આવેલ નવરંગપુરા ખૂબ જ પોશ વિસ્તાર ગણાય છે.
ઇસુદાન ગઢવી એ મુખ્યમંત્રી ને આ મામલે કાર્યવાહી કરવાનું કયું
Aam Aadmi Partyના રાજ્ય ના પ્રમુખ ઇસુદાન ગઢવી એ જણાવ્યા અનુસાર ચોરીની ઘટના 3 નવેમ્બરે બની હતી. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સામાન્ય લોકો તો સુરક્ષિત નથી પરંતુ રાષ્ટ્રીય રાજકીય પક્ષોની ઓફિસો પણ સુરક્ષિત નથી. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મારી ચેમ્બરના તાળા તોડી LET TV અને મહત્વના દસ્તાવેજોની ચોરી થવાની અશંકા છે.ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ ચોરી પૈસા માટે નહીં પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી કરવાના ઈરાદે કરવામાં આવી હતી તેવું લાગી રહ્યું છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે તેઓ આજે પોલીસમાં એફઆઈઆર નોંધાવશે. ઇસુદાન ગઢવીએ માંગ કરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ.2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો પર જીતી હાસિલ કરી હતી. વિધાનસભા ની ચૂંટણીમાં પાર્ટીને 14% વોટ મળ્યા હતા. ગુજરાતમાં પ્રદર્શન બાદજ આમ આદમી પાર્ટી(AAP)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો હતો .