ભુજ નાં માધાપર પોલીસ મથકે આરોપીંઓ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોધાઇ છે.
માધાપર નવાવાસમાં રહેતા અને પુરાસર રોડ પર શ્રી રામ ફાર્મ નામની વાડી ધરાવતા કિશોર ખીમજીભાઈ હીરાણી અને તેમના ભાઈ વાલજીભાઈ બંનેએ ખારેક નું વાવેતર કરેલ હતું ખીમજીભાઈ અને વાલજીભાઈ એ ખારેક વેચવા તેના ગામનાં મોહમદ સાહિલ ઇશાક ચૌહાણ ને ખારેક નો સોદો કરિયો હતો અને તે ખારેક નાં પૈસા પછી આપવાના વાયદો કરિયો હતો. મોહમદ સાહિલ ઇશાક કે તે ખારેક સુરત ના બાબુભા ગુલામહુશેન એન્ડ કંપની ના વેપારી ને વેચી દીધી હતી ત્યાર બાદ ખારેક ના પૈસા આપવાના વાયદાઓ કરીને કિશોર ખીમજીભાઈ ના રૂપિયા ૧,૯૪,૬૦૮ અને તેના ભાઈ વાલજીભાઈ નાં રૂપિયા ૧,૩૫,૬૪૧ મળીને કુલ રૂપિયા ૩,૩૦,૨૪૯ નો આપીને મોહમદ સાહિલ ઇશાક ચૌહાણ એ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી પોલીસે આરોપી વિરુધ ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી..
One thought on “ભુજ નાં માધાપર ગામનાં ખેડુત સાથે ૩.૩૦ લાખની ઠગાઈ”