ઉત્તરાખંડ ના Almora Accident એક મોટો માર્ગ અકસ્માત થયો છે. એક બસ ખાડામાં પડી છે. આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
ઉત્તરાખંડ ના Almora એક મોટો માર્ગ અકસ્માત થયો છે. માર્ચુલા પાસે એક બસ ખાડામાં પડીગય હતી. આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે. જ્યારે બીજા કેટલાક લોકો ઘાયલ પન થયા છે. મૃત્યુઆંક વધી શકે તેમ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમ કામ કરી રહી છે અને SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ આજે સવારે નૈની ડાંડાથી રામનગર જઈ રહેલી બસ ગીત જાગીર નદીના કિનારે પડી ગઈ હતી બસમાં કુલ 55 લોકો સવાર હતા જેમાંથી 38 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
સારદ બંધ પાસે બસ નદીમાં પડી
મળતી માહિતી મુજબ એક અકસ્માતનો ભોગ બનેલી બસ Nainidanda Kinath થી મુસાફરોને લઈને બસ રામનગર જવાની હતી.બસ એની મંજિલે પોતે તે પેલા તે સારદ બંધ પાસે આવેલ નદી પાસે ખાય માં પડી ગય હતી.
ઉત્તરાખંડના CM Pushkar Singh Dhami એ પૌરી અને અલ્મોડાના સંબંધિત વિસ્તારોમાં ARTO અમલીકરણને સ્થગિત કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 1-1 લાખ રૂપિયાની સહાય આપવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કમિશનર કુમાઉ ડિવિઝનને આ ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ઉત્તરાખંડના CM Pushkar Singh Dhami એ કહ્યું, ‘એક બસ ઊંડી ખાઈમાં પડી ગય હતી, જેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘણા લોકો ઘાયલ પણ થયા છે, તેમને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ અધિકારીઓને સ્થળ પર પહોંચી જવા સૂચના આપવામાં આવી હતી. આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટના સાથે જોડાયેલા લોકોને સસ્પેન્ડ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જો કોઈ બેદરકારી હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી પ્રાથમિકતા ઘાયલોને તબીબી સંભાળ પૂરી પાડવાની છે, તેથી આ માટે તમામ હોસ્પિટલોને સૂચના આપવામાં આવી છે. મુખ્ય સચિવ આની દેખરેખ રાખી રહ્યા છે. સરકાર ઘાયલો તેમજ મૃતકોના શોકગ્રસ્ત પરિવારોની સાથે છે